Skip to main content
Settings Settings for Dark

દુનિયાની જાણીતી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ અને નિપ્પો સ્ટીલ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર કર્મચારીના પરીવારને 15 લાખની સહાય અને 2 વર્ષ સુધી પગારની જાહેરાત

Live TV

X
  •  દુનિયાની જાણીતી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ અને નિપ્પો સ્ટીલ સમગ્ર ભારતમાં ઘણું કોર્પોરેટ કંપનીઓનું માળખું ધરાવે છે અને તેમની કંપનીઓમા કામ કરતા કર્મચારી અને તેના સ્વાસ્થ્ય માટે આર્થિક સહાય અને રોજગાર આપવા માટે તેઓ પ્રયત્નશીલ બનીરહ્યાં છે. 
    વૈશ્વિક મહામારી કોરોનામાં બચવાવનો ઉપાય માસ્ક,સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સની સાથે હવે વેકસીન પણ એટલી જ જરૂરી બની રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સમય પહેલા થી શરૂવાતમાં એટલે કે પ્રથમ ફેઈઝમાં ફ્રન્ટલાઈન વર્કસ અને ફ્રન્ટલાઈન વોરિયરસ અને 45થી વધુની ઉંમરના લોકોને વેકસીન મુકવામાં આવી હતી, હવે 18થી 44 વર્ષના લોકોને રસી મુકવાની શરૂઆત કરવામાં આવી છે, લોકો વધુમાં વધુ રસી લે તેને ધ્યાનમાં રાખીને અનેક કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે પણ વેકસીનેશન કરાવવામાં આવ્યું છે.આ ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ વિશ્વમાં પણ વધારે વેગ મળી રહ્યો છે. દુનિયાની જાણીતી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ અને નિપ્પો સ્ટીલ દ્વારા સમગ્ર ભારતમાં આવેલી કંપનીઓના 33 હજાર કર્મચારીઓ અને તેમના પરિવારો માટે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે, સુરતના હજીરા ખાતે આવેલા કંપનીના ટાઉનશિપમાં છેલ્લા પાંચ દિવસથી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ કંપની દ્વારા જે કર્મચારીઓનું કોરોનાના કારણે અવસાન થયું છે, તેમના પરિવાર માટે 15 લાખની આર્થિક સહાય, બે વર્ષ સુધી પગાર, પરિવારના એક સભ્યને નોકરી આપવાની યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply