Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ રાજ્ય સરકારના રાહત પેકેજને આવકાર્યું | DD News Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ રાજ્ય સરકારના રાહત પેકેજને આવકાર્યું

Live TV

X
  • તાઉતે વાવાઝોડાને કારણે થયેલા ખેડૂતોના પાકને અને માછીમારોને થયેલા આર્થીક નુકસાનને પહોંચીવળવા  માટે જે રાહત પેકેજ આપવામાં આવ્યું હતું તેને રાજકોટ બેઠક પરથી રાજ્યસભાના સાંસદ ચૂંટાયેલા રામભાઈ મોકરિયાએ રાજ્ય સરકારના રાહત પેકેજને આવકાર્યું હતું.

    તાઉતે વાવાઝોડાને કારણે થયેલા ખેડૂતોના પાક અને માછીમારોને થયેલા આર્થીક નુકસાનને પહોંચીવળવા  માટે જે રાહત પેકેજ આપવામાં આવ્યું હતું તેને રાજકોટ બેઠક પરથી રાજ્યસભાના સાંસદ ચૂંટાયેલા રામભાઈ મોકરિયાએ રાજ્ય સરકારના રાહત પેકેજને આવકાર્યું હતું.

    મુખ્યમંત્રી  વિજય રૂપાણીની અધ્યક્ષતામાં  મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું જેને લઈને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ સરકારના રાહત પેકેજને આવકાર્યું. છેવાડાના માનવીને આનાથી લાભ થશે.મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ અનેક મચ્છીમારોએ સાંસદ રામ મોકરિયાને રાહત માટે રજુઆત કરી હતી. પોરબંદર વિસ્તારમાં નહિવત નુકસાન પણ રજૂલા અને જાફરાબાદ વિસ્તારમાં ખુબ નુકસાની થયું છે તેનાથી રાહત મળશે. પોરબંદર વિસ્તાર સહિત અન્ય દરિયા વિસ્તારના ફિશ એક્સપોર્ટરોએ સાંસદ રામ મોકરિયાને રજુઆત કરી છે કે ચાઈના સાથેની ભારતના સબંધ સારા નથી તેના માટે ચાઇનાએ કન્ટેનરો રોકી રાખ્યા છે. પૈસા છુટા થાય તે માટે કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી કરે.જેને લઈને રામ મોકરિયા કેન્દ્રમાં આની રજૂઆત કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply