રાજ્યમાં વાતાવરણમાં પલટો, 35 તાલુકામાં વરસાદી માહોલ
Live TV
-
આજે વહેલી સવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમા પવન ફૂંકાવાની સાથે હળવા થી મધ્યમ વરસાદનું આગમન થયું હતું.આજે સવારે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો.રાજ્યના અમુક જિલ્લામાં ભારે પણ સાથે વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા .વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીમાં મહદઅંશે રાહત જોવા મળી હતી . છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ પડયો.
અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા મોડીરાતથી જ વરસાદ શરુ થઇ ગયો હતો વડાલીમાં 30 mm વરસાદ અને બનાસકાંઠાના દાંતામાં 60 mm વરસાદ જેટલો નોંધાયો હતો. જેવા ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.સાબરકાંઠામાં વરસાદ મોડીરાત થી જ શરુ થઇ ગયો હતો અને આશરે કલાકો જેટલા સમય સુધી ભારે વરસાદનું ઝાપટું નોંધાયું હતું.અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડાસા, ભિલોડા, મેઘરજ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી .
