Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં જામ્યો ખુશનુમા વરસાદી માહોલ

Live TV

X
  • ગુજરાતમાં વરસાદી માહોલ થતાં વાતાવરણ ખુશનુમા થયું છે. રાજ્યના વિવિધ સ્થળોએ મેઘરાજાએ મહેર કરી છે. આજ સાંજના 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો  જૂનાગઢ જિલ્લામાં 1.44 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં પણ સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો રાજકોટમાં 21 મીમી, અમરેલીમાં 13 મીમી, સુરતમાં 4 મીમી અને તાપીમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. વરાસદની હેલીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વાવણી કરતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. જે આગામી 48 કલાક સુધી યથાવત રહેશે. રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો અને ક્યાંક ભારે વરસાદ થવાની આગાહી,  હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ, દીવ, ભાવનગર અને અમરેલી વગેરે જિલ્લાઓમાં , ભારે વરસાદ પડી શકે છે. તો સાથે જ આગામી 5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ વિરામ લઇ શકે છે. ગુજરાત પર ચાલુ સિસ્ટમ સિવાય કોઈ નવી સિસ્ટમ સક્રિય થઇ નથી. જેને પગલે વરસાદ ખેંચાઇ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 27 જિલ્લાના 103 તાલુકામાં હળવો  થી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply