અમરેલીઃ તાઉ'તે વાવાઝોડાથી પ્રભાવિત 698 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરુ કરાયો
Live TV
-
તાઉ'તે વાવાઝોડાથી સર્જાયેલી તારાજીમાં અમરેલી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. અમરેલી જિલ્લામાં વીજ પુરવઠા માટે સૌથી જરુરી એવા વીજ થાંભલા ધરાશાઈ થઈ જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી હતી.
તાઉ'તે વાવાઝોડાથી સર્જાયેલી તારાજીમાં અમરેલી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. અમરેલી જિલ્લામાં વીજ પુરવઠા માટે સૌથી જરુરી એવા વીજ થાંભલા ધરાશાઈ થઈ જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. અમરેલી જિલ્લામાં વીજ પુરવઠાને જોડતાં કુલ 621 ફિડરોમાં મોટા પાયે નુકસાન થયું હતુ. સાથે જ 1.65 લાખથી વધુ વીજ થાંભલા પણ ધરાશાઈ થયા હતા જેથી 699 ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.
PGVCLની ટીમો દ્વારા જિલ્લામાં વીજ પુરવઠો પુનઃ શરુ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ છે. વાવાઝોડામાં નુકસાન થયેલ કુલ ફિડરોમાંથી અત્યાર સુધી 465 ફિડરોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. આ સાથે વીજ કર્મચારીઓએ દિવસ-રાત કામ કરીને અત્યાર સુધી 63,979 વીજ થાંભલા ઉભા કરીને ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ શરુ કરી દિધો છે. વીજળી વિભાગની આ કામગીરીનું ઉર્જા મંત્રી સૌરભ પટેલે સતત મોનીટરીંગ કર્યું છે અને ક્યારેક સ્થળ મુલાકાતથી વીજ કર્મચારીઓને માર્ગદર્શન પણ આપ્યુ હતું.
