Skip to main content
Settings Settings for Dark

ગણવેશ વિતરણની આગવી પહેલ કરતું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત

Live TV

X
  • ગુજરાત સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત રાજ્યની તમામ આંગણવાડીઓમાં બાળકોને મફતમાં ગણવેશ આપવાની શરુઆત કરાઈ છે.

    ગુજરાત સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત રાજ્યની તમામ આંગણવાડીઓમાં બાળકોને મફતમાં ગણવેશ આપવાની શરુઆત કરાઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ 36.28 કરોડના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. આ યુનિફોર્મ વિતરણ યોજનાથી નાના બાળકોને આગવી ઓળખ મળશે. આ સાથે કોરોનાકાળ દરમ્યાન રાજ્યના 3 થી 6 વર્ષના 16 લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની પહેલ પણ ગુજરાતે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કરી છે.

    આ ગણવેશ વિતરણ અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા એક એવોર્ડ પણ બાળ કલ્યાણ વિભાગને અપાયો હતો. આ એવોર્ડ કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે 5 લાખ બહેનોએ 5 હજાર સ્થળોએ એક સાથે હાથ ધોઈને બનાવેલા વર્લ્ડ રેકોર્ડને મળ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. આજે મુખ્યમંત્રી રૂપાણીએ આ ગૌરવ સિદ્ધી માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ  પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply