ગુજરાતમાં ભીષણ ગરમીનો કહેર યથાવત, આગામી 4 દિવસ 4 જિલ્લાઓમાં હિટવેવની આગાહી
Live TV
-
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓનું તાપમાન 41 ડિગ્રી ઉપર જતા યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓનું તાપમાન 41 ડિગ્રી ઉપર જતા યલો અલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ આગામી ચાર દિવસ કચ્છ, વલસાડ, પોરબંદર, દિવ અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હિટવેવના તમામ જિલ્લાઓનું તાપમાન 41 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. અમરેલીમાં રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
કેરળમાં પણ ભીષણ ગરમી પડી રહી છે જેના કારણે કેરળ રાજ્ય સરકારે 6 મે સુધી દરેક શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગ સાથેની બેઠક બાદ સરકારે આ નિર્ણય લીધો છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અનુરોધ કરવામાં આવેલ છે. તે સાથે જ બપોરે 11 થી 3 સુધી બહાર ન નીકળવા સુચન પણ અપાયું છે અને જંગલોમાં લાગવાવાળી આગથી સાવધાની રાખવા પણ જણાવવામાં આવ્યું છે.