Skip to main content
Settings Settings for Dark

ગુજરાતે મેળવી બે કરોડ રસીના ડોઝ આપવાની અપૂર્વ સિદ્ધિ

Live TV

X
  • દેશ સાથે ગુજરાતમાં પણ જાન્યુઆરી મહિનાથી કોરોના વિરોધી રસીકરણ અભિયાનની ત્રણ તબક્કામાં શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને, 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને અને 45 વર્ષથી વધુ વયના કોમોર્બિડીટી ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં 45 વરહસ્થી વધુ વય ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું અને હમણાં જ ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી 44 વર્ષની વય ધરાવતા લોકોનું રસીકરણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. 
    આજે આ કોરોના રસીકરણ અભિયાનમાં ગુજરાતે એક અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આજે શનિવારે સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં કરવામાં આવેલ કોરોના વિરોધી રસીકરણનો આંકડો 2 કરોડને પાર કરી ગયો છે. આ બે કરોડ ડોઝ અંતર્ગત આજ સુધીમાં 1 કરોડ 55 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 45 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ પ્રતિ10 લાખ લોકોના રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 30 હજાર 392 લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે.
    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સફળતા પૂર્વક વેક્સિનેશનની વ્યવસ્થા કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વેક્સિનની ઉત્તમ વ્યવસ્થાઓને કારણે ગુજરાત આજે વેક્સિનેશનમાં દેશમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. કોરોના મહામારી સામે લડવાનું એક અમોઘ શસ્ત્ર રસીકરણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply