Skip to main content
Settings Settings for Dark

છોટા ઉદેપુર: રસી લીધા હોય તેવા વેપારીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત નહીં

Live TV

X
  • તાજેતરમાં જ છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જે અન્વયે હુકમ કરવામાં આવ્યો હતો કે, જિલ્લાના તમામ વેપારી, દુકાનદારો સહિતના સુપર સ્પ્રેડરની શ્રેણીમાં આવતા લોકોએ છેલ્લા દસ દિવસમાં કોરોના રિપોર્ટ કરાવેલો હોવો જોઈએ. ત્યારબાદ આજે જિલ્લા કલેક્ટર દ્વારા એક અન્ય જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

    આ જાહેરનામામાં જણાવાયું હતું કે, રસી મૂકાવી હોય તેવા વેપારી, દુકાનદારો સહિત સુપર સ્પ્રેડરની શ્રેણીમાં આવતા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી નહીં તેમ જણાવાયું હતું. જે વેપારીઓએ રસી લીધી છે, તેવા લોકોએ કોરોનાનો રિપોર્ટ કરાવવો જરૂરી નથી. આ નિયમ આગામી 9 જુલાઈ 2021 સુધી છોટાઉદેપુર, પાવી જેતપુર, નસવાડી, બોડેલી, કવાંટ અને સંખેડામાં લાગુ રહશે. કોરોના સામે રક્ષણ માટે પ્રશાસનના નિર્ણયને છોટાઉદેપુર જિલ્લાના  વેપારીઓ આવકારી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply