આજથી પોરબંદર કોસ્ટગાર્ડ હેડ ક્વોટરના બેડામાં આધુનિક "સજગ' જહાજનો ઉમેરો
Live TV
-
આજથી પોરબંદર કોસ્ટગાર્ડ હેડ કવાટરના બેડામાં એક એડવાન્સ પ્લેટફોર્મ પ્રકારના જહાજ એવા "સજગ"નો ઉમેરો થયો છે. આ જહાજ સર્ચ, રેસ્કયુ, પોલ્યુશન રીસ્પોન્સ તથા પોરબંદરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડના વિસ્તારમાં કરાતા સર્વેલન્સમાં અગત્યનો ભાગ ભજવશે.
આ ખાસ પ્રકારની શીપ આત્મનિર્ભર ભારત પ્રોજેકટ અંતર્ગત ગોવા શીપયાર્ડ લીમીટેડ દ્વારા બનાવવામાં આવેલી છે. 105 મીટર ઓફશોર પેટ્રોલીંગ વેસલ્સ સીરીઝમાં ત્રીજા નંબરે આવતી "સજગ" નામની આ શીપ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ દ્વારા ગત 29 મેના રોજ ગોવા ખાતે કમીશન કરવામાં આવી હતી, અને ત્યારબાદ આ શીપ પોરબંદર સ્થિત ગુજરાત કોસ્ટગાર્ડના હેડ કવાટર નંબર 1 ને ફાળવવામાં આવતા આજે આ શીપનું વિધિવત વેલકમ કરવા આવ્યું હતું.
શું છે આ શીપની વિશેષતા?
કોસ્ટગાર્ડના ડેપ્યુટી ઇન્સપેકટર જનરલ સંજય નેગીના કમાન્ડમાં 12 ઓફીસર અને 99 કોસ્ટગાર્ડના જવાનો સાથે સુસજ્જ બે 9 મેગાવોટના MTU ડીઝલ એન્જીન ધરાવતી અને 26 નોટ્સ સુધીની સ્પીડ પકડી શકતી એડવાન્સ ટેકનોલોજી, કોમ્યુનીકેશન ઇકવીપમેન્ટ, નેવીગેશન મશીનરી અને સેન્સર્સ ધરાવતી આ શીપનું એન્ડયુરન્સ લેવલ 6000 નોટીકલ માઇલ છે. આ ઉપરાંત તેમાં બે હાઇસ્પીડ બોટ, બે ક્વિક રીજીડ ઇન્ફલેટેબલ બોટ અને એક જેમીની ક્રાફટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ શીપ આધુનિક ઇન્ટીગ્રેટેડ બ્રીજ સીસ્ટમ, ઇન્ટીગ્રેટેડ મશીનરી કન્ટ્રોલ સીસ્ટમ તથા પાવર મેનેજમેન્ટ સીસ્ટમ ધરાવે છે અને તેનું પાવર મેનેજમેન્ટ અને મીકેનીઝમ ઇલેકટ્રોનીકલી રિમોટ કન્ટ્રોલ સીસ્ટમથી ઓપરેટ કરવામાં આવે છે. આ શીપ બે એન્જીનવાળા એક એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર અને સીંગલ એન્જીનવાળા ચેતક હેલીકોપ્ટરનું વહન કરવા સક્ષમ છે.
વધુમાં આ શીપ દરિયામાં ઓલસ્પીલ જેવી દુર્ઘટનાના સમયે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલ્યુશન રિસ્પોન્શ ઇકવીપમેન્ટ પણ ધરાવે છે, જેથી આ શીપ એક પ્રકારે રેડી, રીલેવન્ટ અને રિસ્પોન્સીવ શીપ છે. શીપને 40/60 બોફોર્સ ગન, 12.7 mm ની SRPG ગન તથા એકસટર્નલ ફાયર ફાઇટીંગ સીસ્ટમથી સુસજ્જ કરવામાં આવી છે.
