દીવ: WHO ના ભારતના સર્વેલન્સ મેડિકલ ઓફિસરે વિવિધ રસીકરણ સેન્ટરોની મુલાકાત લીધી
Live TV
-
WHO ના ભારતના સર્વેલન્સ મેડિકલ ઓફિસરે વિવિધ રસીકરણ સેન્ટરોની મુલાકાત લઇ નાગરિકોને રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા
ભારતમાં રસીકરણ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આજે ભારત સૌથી વધુ રસીકરણ કરવા વાળો બીજા નંબરનો દેશ બની ગયો છે. ગુજરાતમાં પણ રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે WHO ના ભારતના સર્વેલન્સ મેડિકલ ઓફિસરે દીવના વિવિધ રસીકરણ સેન્ટરોની મુલાકાત લઇને રસી મુકાવવા આવેલા નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતાં.
દીવમાં ઘોઘલા કમલેશ્વર સ્કૂલ, ફોર્ટ સ્કૂલ. વણાકબારા જલારામ સ્કૂલ, જોલાવાડી પંચાયત, સાઉદ વાડી પંચાયત જેવા વિવિધ કેન્દ્રો ખાતે રસીકરણની કામગીરી ચાલી રહી છે. WHO ના ડોક્ટર વિનય કુમારે આ સેન્ટરોની મુલાકાત લઇને રસીકરણની ચાલુ કામગીરીનું અવલોકન કર્યું હતું. તેમણે આ રસીકરણની કામગીરીમાં ઉપસ્થીત સ્ટાફને વેકસીનેશન અંગે વિગતવાર માર્ગદર્શન પણ આપ્યું હતું.
