ગુજરાત કૃષિ યુનિવર્સિટી વિધેયક ૨૦૧૯ સર્વાનુમતે પસાર
Live TV
-
ચૌદમી વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટી વિધેયક ૨૦૧૯ સર્વાનુમતે પસાર થયું હતું. કૃષિમંત્રી આર.સી.ફળદુએ કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ ,શિક્ષણ ,સંશોધન અને શિક્ષણ પ્રવૃત્તિઓમાં તમામ કૃષિ યુનિવર્સિટીમા એકસૂત્રતા જળવાય તે માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ સુધારા વિધેયક 2019 રજૂ કર્યું હતું. જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત કૃષિ યુનિવર્સિટી અંગેના સુધારા વિધેયક 2019 થી કુલપતિ તરીકે કૃષિ સંલગ્ન માં જ્ઞાન ધરાવતી વ્યક્તિની નિમણૂંક કરવામાં આવે છે પણ હવે આ વિધેયકમાં ઉમેરો કરી વધુ કૃષિ અર્થશાસ્ત્રની વિશિષ્ટ લાયકાતનો ઉમેરો નિમણુંક માટે કરવામાં આવ્યો છે. સાથોસાથ કૃષિ યુનિવર્સીટીઓ માં કુલપતિ તરીકે ૭૦ વર્ષની ઉંમર પછી હોદ્દા પર આવી શકશે નહીં આમ ૬૫ વર્ષથી વધુ ઊંમરની ન હોય તેવી વ્યક્તિને નિમણૂકઅપાશે જેથી પાંચ વર્ષ કુલપતિ પોતાની સેવાઓ પૂર્ણ કરી શકે તેવો સુધારો કરવામાં આવ્યો છે. વિધાનસભા ખાતે છેલ્લા દિવસના પ્રસ્તાવનો પ્રત્યુતર આપતા આદીજાતી વિકાસ મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે આદીવાસી લોકોના વિકાસ માટે સરકારે નક્કર આયોજન કર્યું છે. અને આદિવાસીઓને બંધારણીય અધિકાર મુજબ વીજળી, શિક્ષણ, આરોગ્ય સિંચાઇ અને જંગલની જમીનના હક્કો પૂરા પાડ્યા છે અને અન્ય સમાજની હરોળમાં આવે તે માટે પૂરતા નાણાંની જોગવાઈ પણ કરી છે. ભૂતકાળમાં ૪૦ વર્ષના શાસનમાં અંબાજીથી ઉમરગામ પટ્ટા ના વિકાસ માટે રૂપિયા ૬૫૦૦ કરોડ ફાળવાયા હતા અમારી સરકારે આ વર્ષે રૂ. ૧૬૨૯ કરોડની ફાળવણી એક વર્ષ માટે કરી છે.
