Skip to main content
Settings Settings for Dark

રાજ્યના નાંણાકીય વર્ષ 2017 - 18 નો કેગ નો રિપોર્ટ કર્યો રજૂ

Live TV

X
  • રાજ્યના નાંણાકીય વર્ષ 2017 - 18 નો કેગ નો રિપોર્ટ રાજ્ય સરકારે ગઇકાલે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો. કેંગ ના અહેવાલ પ્રમાણે વર્ષ 2017 -18 માં ગુજરાત ની માથાદીઠ આવક રૂ. 2લાખ 6હજાર 447 નોંધાઈ હતી. જ્યારે રાજ્ય ની સરેરાશ માથાદીઠ આવક રૂ. 1 લાખ 29 હજાર 800 નોંધવામાં આવી હતી. રાજ્ય સરકારે ગેરરીતિ ,નુકસાન અને ઉચાપત ના રૂ. 14.40 કરોડની સંન્ડોવાયેલી રકમ અંગેના 157 કેસો માં માર્ચ 2018 સુધી નિર્ણાયક પગલાં લીધા ન હતાં. માર્ચ 2018 ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ રૂ 4278 કરોડની યોજનાઓ અધૂરી હોવાની પણ કેગે ટિપ્પણી કરી હતી. રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર કેગ દ્વારા કરાઇ છે. અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે ,૨૦૧૭-૧૮ દરમિયાન રૂ.૧,૮૨,૯૭૧ કરોડની જોગવાઈ સામે રૂ. ૧,૬૧,૦૬૩ કરોડનો ખર્ચ કરાયો હતો. ૨૧,૯૦૮ કરોડની રકમ વપરાયા વિનાની પડી રહી હતી.
    છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા.રાજકોષીય જવાબદારીઓમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૧૭-૧૮ માં ૫.૪૪ ટકા ના દરે વધી રાજયની ચડત રાજકોષીય જવાબદારીઓમાં ૨૦૧૩-૧૪ માં ૧,૮૩,૦૫૭ કરોડ હતી , તે ૯.૦૧ ટકા ના સરેરાશ વાર્ષિક દરે વધીને ૨,૫૬,૩૬૬ કરોડ થઇ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply