ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરૂચમાં ભવ્યાતિભવ્ય રીતે કરાશે
Live TV
-
ઉજવણી માટેની સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
૧ લી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. આ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવશે. આ કાર્યક્રમની ઉજવણી માટેની સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પહેલા આખા ભરૂચ શહેરને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. ભરૂચના રસ્તા પરના મુખ્ય સર્કલોને ખાસ લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે અને તેની સાથે સાથે સરકારની યોજનાઓ અંગે પણ બેનરો દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે ત્રણ દિવસ સુધી ભરૂચમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
ભરૂચ ખાતે રાજ્યકક્ષાએ સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવશે ઉજવણી પહેલા ઝાડેશ્વર ખાતે પોલીસ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી. મહિલા બાઈક રાઈડર્સોએ રસ્તા પર કરતબ બતાવતા ભરૂચવાસીઓ આશ્ચર્યંમાં મૂકાયા હતા.