ગુજરાત ગૌરવ દિવસ : જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Live TV
-
મહાગુજરાતની ચળવળ બાદ અસ્તિત્વમાં આવેલા ખમીરવંતા ગુજરાતનો આજે 58મો સ્થાપના દિવસ-ઈન્દુચાચાની પ્રેરણાથી અને રવિશંકર મહારાજના આશિર્વાદથી ગરવી ગુજરાતનો પાયો નખાયો -દુનિયાના ખુણે ખુણે વસતા ગુજરાતીઓએ રાજ્યની વિકાસ યાત્રા આગળ ધપાવી સાર્થક કર્યું
1 મે 1960ના દિવસે મહારાષ્ટ્રમાંથી અલગ થયેલા ગુજરાતનો આજે 58મો સ્થાપના દિવસ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં નહેરુ બ્રિજ પાસે આવેલી ઇન્દુચાચાની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરી. ઈન્દુલાલયાજ્ઞિકની આગેવાનીમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ હતી.જેમાં અનેક ગુજરાતીઓએ અલગ મહાગુજરાત માટે પોતાની આહૂતિ આપી હતી. ગુજરાત સાથે રવિશંકર મહારાજના હસ્તે રાજ્યનો પાયો નંખાયો હતો.આજે આપણા ખમીરવંતા ગુજરાતને 58 વર્ષ થયા છે અને આપણું રાજ્ય આજે દેશમાં એક અવ્વલ વિકસિત રાજ્ય બન્યું છે. માથાદીઠ આવકમાં પણ ગુજરાતી પ્રજા દેશમાં અવ્વલ છે.દુનિયાના દરેક ખુણામાં સદાકાળ ગુજરાતને ગુજરાતી લોકોએ ધબકતું રાખ્યું છે.