ગુજરાત ગૌરવ દિવસ : ભરૂચમાં પોલિસના 300 જવાનોની મશાલ રેલી
Live TV
-
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાત પોલીસ દ્વારા ભરૂચના ઝાડેશ્વર સ્થિત સાઈ મંદિર ખાતે મશાલ પીટીનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાત પોલીસ દ્વારા ભરૂચના ઝાડેશ્વર સ્થિત સાઈ મંદિર ખાતે મશાલ પીટીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 300 પોલીસ જવાનોએ હાથમાં મશાલ લઈ કસરતના દાવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પોલીસ જવાનોએ મશાલ સાથે ગુજરાત પોલીસ, સ્વસ્તીક સાથે વેલકમ ભરૂચનો સ્પેલિંગ અને નર્મદે સર્વદેના સ્પેલિંગ સહિત વિવિધ કરતબ બતાવતા લોકો ખુશ થયા હતા.