રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચયનો પ્રારંભ
Live TV
-
રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચયનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંકલેશ્વરના કોસમડી ખાતે વિધિવિધાન સાથે પૂજા કરીને તળાવ ઉંડું કરવાનો પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચયનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંકલેશ્વરના કોસમડી ખાતે વિધિવિધાન સાથે પૂજા કરીને તળાવ ઉંડું કરવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ રીતે રાજ્યના વિવિધ જિલ્લામાં વિવિધ મંત્રીઓ દ્વારા જળસંચય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. 31 મે સુધી રાજ્યભરમાં જળસંચય અભિયાન ચાલશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં પાણીનું મહત્વ સમજીને લોકો સમક્ષ જળસંચય કરવાની નેમ વ્યક્ત કરીને મુખ્યમંત્રી વિજયભાઈએ સમગ્ર યોજનાનો ચિતાર આપ્યો હતો. રાજ્યમાં 5400 કિલોમીટર લાંબી નહેરો, તળાવો, ચેકડેમ, જળાશયોમાંથી કાપ દૂર તેમજ પાળા મરામતનું કામ હાથ ધરાશે. દરમિયાન રૂટમાં આવતા પવિત્ર યાત્રાધામની સફાઈ કામગીરીનો આ અભિયાનમાં સમાવેશ કર્યો છે. વહેલાસર સફાઈ અને મરામતનું કાર્ય પુરું કરી આગામી ચોમાસામાં મહત્તમ પાણી સંગ્રહ કરવાનો ઉદ્દેશ છે જેનાથી વર્ષભર પીવાનું પાણી, સિંચાઇ અને ઉદ્યોગને પુરતા પ્રમાણમાં પાણી આપી શકાય.