Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ટુરિઝમની પ્રી-વાઈબ્રન્ટ સમિટે કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરી, ઊર્જા વપરાશમાં 68% ઘટાડો

Live TV

X
  • ઉત્સર્જનને સફળતાપૂર્વક સરભર કરવા માટે, વિવિધ પ્રમુખ સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ અમલમાં મૂકવામાં આવી હતી, જેના પરિણામે આ પહેલને સફળતા મળી હતી.

    આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે, ATOAI નું 15મું વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023 એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના સહયોગથી 16-18 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. આ કન્વેન્શને 'કાર્બન-ન્યુટ્રલ' ઇવેન્ટ તરીકે સફળતાપૂર્વક સમાપન કરીને સસ્ટેનેબિલિટીનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો. ત્રણ દિવસીય કોન્ફરન્સ માટે સમગ્ર ભારતમાંથી 300થી વધુ એડવેન્ચર ટૂર ઓપરેટર્સ, એડવેન્ચર સીકર્સ, પ્રવાસીઓ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ આવ્યા હતા.

     ATOAI અને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતની ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતાને અમલમાં મૂકવા માટે, સમગ્ર ઇવેન્ટ માટે કાર્બન ઉત્સર્જનની ગણતરી કરવા માટે એક ચાર્ટર બનાવવામાં આવ્યું હતું. ઉત્સર્જનને સફળતાપૂર્વક સરભર કરવા માટે, વિવિધ પ્રમુખ સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ અમલમાં મૂકવામાં આવી હતી, જેના પરિણામે આ પહેલને સફળતા મળી હતી.

    અસર:

    શિયાળામાં આ કોન્ફરન્સનું આયોજન કરવાથી ઊર્જા વપરાશમાં 68% થી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે કુલિંગ લોડ તેમજ ડીઝલના વપરાશમાં ઘટાડો થયો હતો. વધુમાં પ્રતિનિધિઓને તેમના રૂમમાં વપરાશ માટે પણ શક્ય હોય ત્યાં તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    ઇવેન્ટ દરમિયાન દરરોજ આશરે 4,700 પાણીની બોટલનો ઉપયોગ કરવામાં આવશે તેવા અંદાજ સાથે, તેને દૂર કરવા માટે ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ પોલિસી લાગુ કરવામાં આવી હતી, જેના પરિણામે 15,000 પ્લાસ્ટિકની બોટલો દૂર કરવામાં આવી હતી. પ્રતિનિધિઓને કાચ અથવા ફરીથી વાપરી શકાય તેવી બોટલમાંથી પીવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સાથે વિવિધ સ્થળોએ વોટર ડિસ્પેન્સર લગાવવામાં આવ્યા હતા.

    બેજ અને ટૅગ્સ પર પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે, ટકાઉ વિકલ્પ તરીકે બેજ અને લગેજ ટૅગ્સ માટે લગભગ 400 સીડ પેપર આપવામાં આવ્યા હતા. સહભાગીઓને તેમના બેજ લગાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માહિતીપ્રદ સામગ્રી અને આઈટીનરી ‘પેપરલેસ’ હોવાથી, કાગળની 2000 થી વધુ શીટ બચાવવામાં આવી હતી.

    આ કાર્યક્રમના સહભાગીઓને વેડફાઇ જતા ખોરાકની માત્રા દર્શાવીને ખોરાકના સભાન વપરાશને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભોજન દરમિયાન ખોરાકનો બગાડ ઓછો કરવા સહભાગીઓને પ્રોત્સાહિત કરીને ખોરાકનો બગાડ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સંમેલન દરમિયાન સસ્ટેનેબલ ડાઇનિંગ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે માખણ, જામ અને ખાંડ માટે પ્લાસ્ટિકની કોથળીઓનો વપરાશ ટાળવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply