ગુજરાત વિધાનસભાની બેઠકના સમયમાં કરાયો ફેરફાર, શુક્રવારથી થશે અમલ
Live TV
-
સોમવાર થી ગુરુવાર દરમ્યાન બેઠકનો સમય સવારે ૧૧ વાગ્યાથી ૪:૩૦ નો હતો એ હવે બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તો શુક્રવારના રોજ સવારની બેઠકનો સમય જે ૯:૩૦ થી બપોરે ૨ વાગ્યા સુધીનો હતો એ હવે સવારે ૧૧ થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધીનો કરાયો છે.
ગુજરાત વિધાનસભાની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવાર થી ગુરુવાર દરમ્યાન બેઠકનો સમય સવારે ૧૧ વાગ્યાથી ૪:૩૦ નો હતો એ હવે બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તો શુક્રવારના રોજ સવારની બેઠકનો સમય જે ૯:૩૦ થી બપોરે ૨ વાગ્યા સુધીનો હતો એ હવે સવારે ૧૧ થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધીનો કરાયો છે. જે દિવસે વિધાનસભામાં બે બેઠકો હોય તે દિવસે પ્રથમ બેઠક સવારે ૧૦ થી ૨:૩૦ અને બીજી બેઠક ૩:૩૦ થી સાંજના ૮:૦૦ વાગ્યા સુધીની રહેશે. આનો અમલ આવતીકાલ શુક્રવારથી કરવામાં આવશે.
