Skip to main content
Settings Settings for Dark

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ 10 નવા સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યુ

Live TV

X
  • સાયબર ક્રાઈમ આજે સૌથી મોટો પડકાર છે. ત્યારે આ પડકારોને પહોંચી વળવા અને સાઈબર ક્રાઈમ કરતા ગુનેખારોને ઝડપી પાડવા માટે રાજ્યમાં 10 નવા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરથી આ તમામ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું.

    સાયબર ક્રાઈમ આજે સૌથી મોટો પડકાર છે. ત્યારે આ પડકારોને પહોંચી વળવા અને સાઈબર ક્રાઈમ કરતા ગુનેખારોને ઝડપી પાડવા માટે રાજ્યમાં 10 નવા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરથી આ તમામ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું....આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ પૂર્વ ગાંધીધામ અને બનાસકાંઠામાં આ નવા પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે...જેમાં ઓનલાઈન સોશિયલ મીડિયા રીલેટેડ ક્રાઈમ, ઓનલાઈન ફાઈનાન્સિયલ ફ્રોડ, રેન્સમવેર, ઓનલાઈન સાઈબર ટ્રાફિકિંગ, ક્રિપ્ટોકરન્સી ક્રાઈમ, સાઈબર ટેરેરીઝમ તથા અન્ય તમામ સાઈબર ક્રાઈમ સામે ઝડપી અને કડક પલગા લેવામાં આવશે...રૂપિયા 10 કરોડના ખર્ચે આધુનિક ટેક્નોલોજી, આધુનિક ફોરેન્સિક ટુલ્સ કિટથી સુસજ્જ આધુનિક સેન્ટરો તૈયાર છે..તો કેટલાક તૈયાર થવા જઈ રહ્યા છે...જે કોઈ વ્યક્તિ સાઈબર ક્રાઈમનો ભોગ બને તે હવે નજીકના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી શકશે...રાજ્યમાં હાલ ચાર મહાનગરોમાં કમિશનરેટ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, 9 રેન્જ કચેરીઓ અને અને એક CID ક્રાઈમ મળી કુલ 14 જેટલા સાઈબર ક્રાઈમના પોલીસ સ્ટેશન કાર્યરત છે... જેમાં હવે 10 નવા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ઉમેરો થતાં  ગુજરાત પોલીસની પકડ ગુનેગારો સામે પહેલા કરતા વધુ મજબૂત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply