છેલ્લા 24 કલાકમાં ડભોઇમાં સૌથી વધારે વરસાદ 60 મિમી નોંધાયો
Live TV
-
રાજયમાં મોસમનો અત્યાર સુધીમાં 90.02 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠવાડીયામાં રાજયમાં વરસાદ પડવાની સંભાવના હાલ નહીવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજયમાં આત્યાર સુધીમાં સરેરાશ સિઝનનો 10.72 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે સરેરાશ 90.25 મિમી વરસાદ વરસ્યો છે. રાજયના કેટલાક વિસ્તારોની વધારે પણ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો, વડોદરાના ડભોઇમાં 60 મિમી વરસાદ વરસ્યો હતો.
