Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં યોજાઇ કેબિનેટ બેઠક

Live TV

X
  • ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના નેતૃત્વમાં અઠવાડિક કેબિનેટ બેઠક મળી રહી છે.

    ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલ ખાતે  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના નેતૃત્વમાં અઠવાડિક કેબિનેટ બેઠક મળી રહી છે. આજની કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને વિભાગીય સચિવ કક્ષાના અધિકારી દ્વારા રાજ્ય સરકારની નવી ઇલેક્ટ્રિક વિહિકલ પોલિસીની વિસ્તારમાં ચર્ચા કરી ભવિષ્ય માટેના દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવશે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, કોરોનાના સંભવિત ત્રીજી લહેર માટેના એક્શન પ્લાન દેશમાં જોવા મળેલ ડેલ્ટા પ્લસ સહિત ના મુદ્દે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સાવચેતીના પગલાંની ચર્ચાઓ કરવામાં આવશે. સાથે સાથે ચોમાસાની સમીક્ષા, શૈક્ષણિક વિભાગના પ્રશ્નો, મોંઘવારીને કૃષિક્ષેત્રે લક્ષી નિર્ણય, રાજ્યની વાવણી અંગેની સમીક્ષા અને જ્યાં અતિવૃષ્ટિ થાય તો તે માટેની પૂર્વ તૈયારી ઓની રૂપરેખા નિશ્ચિત કરવામાં આવશે. રાજ્ય સરકારના વહીવટી તંત્ર અને અન્ય વિભાગીય સંકલન માટે સમીક્ષા અને ચર્ચા કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply