PM મોદી “લાઈટ હાઉસ” પ્રોજેક્ટનું 25 જૂને ડ્રોમ કેમેરાથી નિરીક્ષણ કરશે
Live TV
-
આગામી 25 જૂન શુક્રવારના રોજ પ્રધાનમંત્રી મોદી રાજકોટ સહિત દેશનાં 6 શહેરમાં ચાલતા લાઇટહાઉસ પ્રોજેકટનું ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત 1 જાન્યુઆરી 2021નાં રોજ PM મોદીના હસ્તે કરાયું હતું. પ્રધાનમંત્રી તેમના આ ડ્રીમ પ્રોજેકટની સમીક્ષા કરી રહ્યા છે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટ પુરજોશમાં ચાલી રહ્યો છે.આગામી 25 જૂન શુક્રવારના રોજ પ્રધાનમંત્રી મોદી રાજકોટ સહિત દેશનાં 6 શહેરમાં ચાલતા લાઇટહાઉસ પ્રોજેકટનું ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરશે.બાદમાં અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી આ પ્રોજેકટની વિગતો મેળવશે.વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે...આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખની સહાય આપવામાં આવી છે. ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પણ આપવામાં આવનાર છે.રાજકોટ મહાનગર પાલિકાના સીટી એન્જીનીયર અલ્પના મિત્રએ અમારા સંવાદદાતા ઋષિ દવે સાથે આ પ્રોજેકટ વિશે ખાસ વાતચીત કરી હતી.
