Skip to main content
Settings Settings for Dark

આજે છે વર્લ્ડ ફિમેલ રેંજર ડે: જાણો આ દિવસનું મહત્વ

Live TV

X
  • જંગલમાં કામ કરતી મહિલાઓ અને અવેરનેસ માટે ફિમેલ રેંજર ડેની ઉજવણી કરવામાં આવે છે

    આજે ૨૩મી જૂનને વર્લ્ડ ફિમેલ રેંજર ડે તરીકે ઉજવવામાં આવે છે. જંગલમાં કામ કરતી મહિલાઓ અને અવેરનેસ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે  છે .સુરત અને તાપી આ બંને જિલ્લાઓમાં મહિલા ફોરેસ્ટરોનું પ્રભુત્વ રહ્યું છે. માંડવી તાલુકામાં આવેલ 2500 હેક્ટરમાં પથરાયેલા જંગલનું રક્ષણ માંડવી વનવિભાગની સાત મહિલા અધિકારીઓ કરી રહી છે. જંગલોમાં આવતી દરેક અડચણો અને સમસ્યાઓને દૂર કરીને આ મહિલાઓએ પોતાની એક આગવી ઓળખ બનાવી છે. 7 મહિલાઓમાંથી એક ફોરેસ્ટર અને અન્ય 6 બીટગાર્ડ મહિલાઓ આ જંગલનું રક્ષણ કરે છે. પરિવારની જવાબદારી સાથે જંગલની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

    અંતરિયાળ જંગલોમાં જંગલોને નુકસાન થતું અટકાવવું કે પછી લાકડા ચોરીની ઘટનાઓ રોકવી આ તમામ કામગીરી આ મહિલાઓ કરી રહી છે. વન્ય પ્રાણીઓની જાળવણી પણ આ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં આવેલ ખોડંબા વિસ્તારમાં એક મહિલા ફોરેસ્ટર અને છ બીટગાર્ડ મહિલાઓ હાલ કામ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply