દેશભરમાં સ્માર્ટ સિટી અભિયાનમાં ગુજરાતે બાજી મારી
Live TV
-
દેશભરમાં સ્માર્ટ સિટી અભિયાનમાં ગુજરાતે બાજી મારી છે. સ્માર્ટ સીટીઝમાં દેશનાં પ્રથમ 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાના 20 શહેરોમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મિશન યોજના જાહેર કરવામાં આવી હતી. જેના પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા 20 શહેરોમાં સુરતને અગાઉ ચોથુ સ્થાન મળ્યું હતું.પરંતુ ત્યાર બાદ સ્માર્ટ સીટીના અમલીકરણમાં સુરત સતત અવ્વલ બની રહ્યુ છે. આ વખતે સુરત મહાનગરપાલિકા અને સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લી.ને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા 1100 સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત એરીયા ડેવલપમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, રીન્યુએબલ એનર્જી, એનવાયર્નમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રિસ્ટોરેશન, અફોર્ડેબલ હાઉસીંગ, આઈ.ટી. કનેકટીવિટી અને ડિજીટલાઈઝેશન, નોન-મોટો-રાઈડ ટ્રાન્સપોર્ટ, સીવેજ, સોલીડ-વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રોર્મ-વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરના વિવિધ પ્રોજેકટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્માર્ટ સિટી સુરતને મળેલા પ્રથમ ક્રમાકને ગુજરાત અને સુરત માટે ગૌરવની બાબત ગણાવી હતી.
