Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી થીમ આધારિત 'સાંસ્કૃતિક મતદાન મથકો' બન્યા આકર્ષણનું કેન્દ્ર

Live TV

X
  • લોકસભા લોકસભા સામાન્ય ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાના મતદારોનો ઉત્સાહ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

    જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી થીમ આધારિત સાંસ્કૃતિક મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોમાં પોલિંગ સ્ટાફ પણ સાંસ્કૃતિક વેશભૂષામાં ફરજ બજાવી રહ્યા છે.

    આજે મતદાનના દિવસે જનરલ ઓબ્ઝર્વર સતીશકુમાર એસ. અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી પુટ્ટમદૈયા એમ. એ છોટાઉદેપુરના ડોન બોસ્કો યુથ સેન્ટર ખાતેના સાંસ્કૃતિક મતદાન મથકની તથા જનરલ ઓબ્ઝર્વર સતીશકુમાર એસ., ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે અને પોલીસ ઓબ્ઝર્વર પુટ્ટમદૈયા એમ. એ કવાટ સ્થિત આદિવાસી સાંસ્કૃતિક આધારિત મતદાન મથકની મુલાકાત લીધી હતી.

    આમ, છોટાઉદેપુર જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી થીમ આધારિત સાંસ્કૃતિક મતદાન મથકો મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply