Skip to main content
Settings Settings for Dark

મે મારી ૧૦૦ વર્ષની ઉંમરમાં કોઇપણ ચૂંટણીમાં બિનચૂક મતદાન કર્યું છે : શતાયુ મતદાર સરસ્વતીબેન કાકાણી

Live TV

X
  • શતાયુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ કહ્યું કે મે મારી ૧૦૦ વર્ષની ઉંમરમાં કોઇપણ ચૂંટણીમાં બિનચૂક મતદાન કર્યું છે. મારી નૈતિક ફરજ અદા કરી છે. એપ્રિલ માસમાં એક સો વર્ષ પૂર્ણ કર્યા છે. મતદાન કરવા અવશ્ય સર્વે નાગરિકે જવું જોઇએ, તેવું શતાયુ મતદાન અને સેકટર- ૨૧માં રહેતા સરસ્વતીબેન શામજીભાઇ કાકાણીએ જણાવ્યું હતું. 
        
    ગત માસમાં ૨૧મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ એકસો વર્ષ પૂર્ણ કરનાર સરસ્વતીબેન શામજીભાઇ કાકાણી આજે સવારના ૯.૦૦ કલાકની આસપાસ પોતાના દીકરા અને પુત્રવધુ સાથે સેકટર- ૨૧, જિલ્લા રમતગમત કચેરીના સંકુલમાં આવેલા મતદાન મથક ઉપર મતદાન કરવા આવ્યા હતા. 
        
    આંગળીમાં પણ રોગ નહિ એવા સરસ્વતીબેનને માત્ર ઉંમરના હિસાબે ચાલવા માટે લાકડીની જરૂર પડે છે. છટાદાર સ્પીચ અને સ્પષ્ટ વક્તા સરસ્વતીબેનને પૂછવામાં આવ્યું કે આપ કેટલામી વાર મતદાન કરી રહ્યા છો, ત્યારે તેમણે કહ્યું કે મને યાદ છે કે મેં મારી અત્યાર સુધીની જિદંગીમાં જેટલી ચૂંટણી યોજાઇ તે તમામમાં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 

    હું વડોદરામાં વોર્ડન તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલી મહિલા છે, હું મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, તેમા દ્રઢ વિશ્વાસ રાખું છું. મતદાન કર્યા સિવાય લોકશાહીને મજબૂત કરી શકાશે નહિ, જેથી દરેક નાગરિકે લોકશાહીના અવસરમાં મતદાન કરીને સહભાગી થવું જોઇએ. ઘરેની બહાર ઓછી નીકળું છે, પણ અખબારના માધ્યમથી એકએક સમાચાર મને મળી રહી છે. તેમણે અનેક રાજકીય વાતો અને ઘટનાઓ પર પણ પ્રકાશ પાડયો હતો. તેની સાથે સાથે ચૂંટણી પંચની સેવાઓ અને સુવિધા પણ પ્રશસંનીય ગણાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply