Skip to main content
Settings Settings for Dark

જાણો આજે ગુજરાતમાં કયાં પડ્યો વરસાદ, કયા વિસ્તારમાં છે વરસાદની આગાહી

Live TV

X
  • આજે હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર માટે પણ આજે વરસાદની શકયતા છે. તેમજ રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

    આજે રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શકયતા છે. હવામાન વિભાગે આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

    ગુજરાતમાં વાદળો બંધાય છે છતાં જોઈએ તેવો વરસાદ નથી વરસી રહ્યો. તે અંગે  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સ્તરીય વાદળો બંધાતા નથી તેના કારણે વરસાદ પડતો નથી. જોકે આગામી સમયમાં 14 જુલાઇથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેને પગલે 17થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.

    હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે....... ત્યારે વહેલી સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદને પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. જોકે મહાનગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીના નિકાલ માટેની કામગીરી કરી હતી.  તો બીજી તરફ સારા વરસાદનાં કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

    ખાંભા ગીર પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો. ખાંભા ગીરના નાનુડી, પીપળવા, ચતુરી સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો..... તો બીજી તરફ ખાંભા શહેરના મીતીયાળા રોડ જળમગ્ન થયો હતો. પંથકમાં વાવણી બાદ બીજા રાઉન્ડમાં વરસાદ આવતા મગફળી, કપાસના પાકને જીવનદાન મળ્યું છે. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply