Skip to main content
Settings Settings for Dark

જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ, 3 હજાર ફૂડપેકેટ કરાયા તૈયાર

Live TV

X
  • એનડીઆરએફની બીજી ટીમ જાફરાબાદ આવી પહોંચી હતી. અહીં બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું હતું. જાફરાબાદ અને રાજુલા પંથકના માછીમારોને તંત્ર દ્વારા અગાઉ જ કાંઠે આવી જવા સૂચના આપી દેવાઇ છે.

    અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. વહીવટીતંત્ર એલર્ટ પર છે. એનડીઆરએફની બીજી  ટીમ જાફરાબાદ આવી પહોંચી હતી. અહીં બંદર પર 10  નંબરનું સિગ્નલ લગાવાયું હતું. જાફરાબાદ અને રાજુલા પંથકના માછીમારોને તંત્ર દ્વારા અગાઉ જ કાંઠે આવી જવા સૂચના આપી દેવાઇ છે. જેના પગલે માછીમારી માટે દરિયામાં ગયેલી બોટો પરત આવવાનો સિલસિલો શરૂ થયો છે. સાંજ સુધીમાં  તમામ  બોટો પરત ફરી ગઈ હતી. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે તમામ બોટો પરત ફરી  છે. હાલમાં દરિયામાં મોજા ઉછળવાનું પણ શરૂ થયું છે. અને દરિયામાં કરંટ જોવા મળ્યો છે.  આ માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના 20 ગામોના લોકોનું તંત્ર દ્વારા જે ગામોમાં સ્થળાંતર  કરાય છે. તેમાં શિયાળબેટ, વારાહસ્વરૂપ, ભાંકોદર, ધારાબંદર, ચાંચબંદર મીતીયાળા, વાંઢ, વઢેરા વિગેરે ગામનો સમાવેશ થાય છે. દરમિયાન 65 જવાનોની એન.ડી.આર.એફની 2 ટીમ  જાફરાબાદ આવી પહોંચી હતી.  ટીમ પણ અહીં આવી લોકોને સેફ જગ્યાએ સ્થળાંતર કરવા લાગી હતી. અમરેલી જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ થયા બાદ આજે વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. વાવાઝોડું 16થી 18ની વચ્ચે સૌરાષ્ટ્રના કાંઠે આવવાની શક્યતા હોય અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ 3000 ફૂડપેકેટ બનાવવામાં આવ્યા છે. જનરેટર  પણ લાગાવવામાં આવ્યા છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply