Skip to main content
Settings Settings for Dark

જામનગરની ઝીલ મકવાણાએ દેશનું ગૌરવ વધાર્યું, એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં મેળવ્યો ત્રીજો રેન્ક

Live TV

X
  • સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ ભુતાન ખાતે યોજાઈ હતી, જેમાં જામનગરની જીલ મકવાણાએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ત્રીજો નંબર મેળવ્યો હતો. આ સિદ્ધિથી રાજ્યનું જ નહીં દેશનું ગૌરવ વધાર્યું છે.

    જામનગરની ઝીલ મકવાણાએ તાજેતરમાં ભૂતાનમાં રમાયેલી સાઉથ કરાટે ચેમ્પિયનશીપમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને દેશ તથા રાજ્યનું ગૌરવ વધાર્યું છે.  આ જીતની ઉજવણી લાયન્સ કરાટે કલબે રોડ શો દ્વારા કરી હતી અન વિજેતા ઝીલને સન્માનિત કરી હતી. રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે ઝીલે માતા પિતા તથા શાળા અને  કરાટે કોચનો આભાર માન્યો હતો.

    એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં ત્રીજો રેન્ક મેળવ્યો

    સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ ભુતાન ખાતે યોજાઈ હતી, જેમાં જામનગરની જીલ મકવાણાએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ત્રીજો નંબર મેળવ્યો હતો. આ સ્પર્ધામાં પાકિસ્તાન સહિત વિવિધ છ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જીલ મકવાણાએ ત્રીજો નંબર હાંસલ કર્યો છે. સાથે જ તેણે પોતાની તાકાતનો પુરાવો પણ આપ્યો છે.

    જીલ મકવાણા જામનગરની એમ.એસ.સ્કૂલમાં ધોરણ 11 પાસ કરી હવે ધોરણ 12 માં અભ્યાસ કરે છે. સાથે સાથે કરાટે પણ શીખે છે.  છેલ્લા 8 વર્ષથી લાયન્સ કરાટે ક્લાસીસમાં ટ્રેનિંગ મેળવી રહી છે. કરાટેમાં 42 વજન કેટેગરીમાં ભારતની એક માત્ર દીકરી છે. કરાટેમાં 3 અલગ અલગ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખાસ વાત એ છે કે, કરાટે સ્પર્ધામાં તે સતત ધ્યાન આપતી હોવા છતાં 65 ટકા સાથે પરીક્ષા પાસ કરી છે. આ સિદ્ધિનો શ્રેય આપતાં જીલ મકવાણાએ પોતાના પિતા અને કોચ તરીકે ફરજ નિભાવતા સિંહાન નિતેશ મકવાણા અને ગુજરાત કરાટે ઈન્ડિયા  એસોસિએશનના પ્રમુખ અને કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઇઝેશનના ઉપપ્રમુખ હાંસી કલ્પેશ મકવાણાને આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply