Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં મેઘરાજા ઘમરોળ્યાં, સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ડોલવાનમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

    રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેનાથી ક્યાંક વરસાદનો કહેર તો ક્યાંક મહેર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ડોલવાનમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના સુબીર અને નવસારીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 6.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ ઉચ્છલમાં 4 ઈંચ અને સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

    આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે એટલે કે 26 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 

    જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો સુરતમાં વરસાદ બાદ સ્થિતિ વણસી છે. બીજી તરફ, રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા અનેક જિલ્લામાં જળબંબાકર બન્યા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply