Skip to main content
Settings Settings for Dark

ભારે વરસાદના પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બોરસદની મુલાકાતે, ટ્રેક્ટર પર બેસીને અસરગ્રસ્ત વિસ્તારનું કર્યું નિરિક્ષણ

Live TV

X
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બોરસદની મુલાકાત લઈને વરસાદને કારણે કોઈને મુશ્કેલી ન પડે અને પાણીના નિકાલ અંગે જરૂરી વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓને સૂચના આપી છે.

    આણંદ: ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદે કહેર વરસાવ્યો છે. જેને લઇને પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. ત્યારે આણંદમાં પણ વરસાદના કારણે ચારેબાજુ તારાજી સર્જાઈ છે. બોરસદમાં પડેલા ભારે વરસાદને ધ્યાને લઈ આણંદ જિલ્લાના પ્રભારી અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે બોરસદની મુલાકાત લીધી હતી. ગતરોજ વહેલી સવારથી પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે  બોરસદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે વિસ્તારની આજે ઋષિકેશ પટેલે  મુલાકાત લીધી હતી. અને વરસાદને કારણે કોઈને મુશ્કેલી ન પડે તે બાબતની તકેદારી રાખવા અને પાણીના નિકાલ અંગે જરૂરી વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓને સૂચના આપી છે. 

    ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

    મંત્રી ઋષિકેશપટેલે રાજ્યસ્તરે વરસાદી પરિસ્થિતિના પરિણામે બોરસદ તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણોસર આજે અસરગ્રસ્ત વિસ્તારોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ ખુદ ટ્રેક્ટર દ્વારા ખુદ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને સમીક્ષા કરી હતી.સંબધિત અધિકારીઓને તાલુકામાં સમગ્ર પરિસ્થિતિ સત્વરે પુર્વવત થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સૂચન કર્યા. ત્યારબાદ આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવ્યો હતો. 

    મંત્રીએ આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા મિથેલિયન પાવડરનો છંટકાવ અને લોકોના આરોગ્યની ચકાસણી કરી લેવા ઉપરાંત ક્લોરીનયુક્ત પાણી આપવા માટે પણ જણાવ્યું હતું.

    સમગ્રની રાજ્યની વાત કરીએ તો,  છેલ્લા બાર કલાકમાં રાજ્યના 94 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દાહોદના ઝાલોદમાં 3 ઈંચ, દાહોદમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત છોટાઉદેપુરના જેતપુર પાવીમાં , વલસાડના કપરાડા, લીમખેડા, ધરમપુરમાં સવા ઈંચ વરસાદ તોપંચમહાલના શેરશામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.  બીજી તરફ, વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા કાલાઘોડા બ્રિજ પરથી સાવચેતીના પગલા રૂપે અવરજવર બંધ કરવામા આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply