Skip to main content
Settings Settings for Dark

સુરતમાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

Live TV

X
  • ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધની સંયુક્ત પશુપાલન નિયામક, ગાંધીનગરની વર્ષ 2023ની સૂચના તેમજ પ્રાણી ક્રૂરતા અધિનિયમ-1960 મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ કરાઈ છે. (ગ્લુટ્રેપ) કે જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિનઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટેભાગે ઊંદરો પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટેપવાળી સપાટી પર પસાર થાય છે ત્યારે ગુંદરની જાળમાં સપડાયા પછી ઉંદર પોતાને મુક્ત કરવામાં અસમર્થ હોય છે, જેને પરિણામે ડિહાઈડ્રેશન, ભૂખ, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.

    ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાની પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઇઓ ભંગ ન કરતી હોવી જોઈએ. જેથી ઉંદરોના વસ્તી નિયંત્રણ માટે ઉંદર પકડવાની વિવિધ સાધન-સામગ્રીનું વેચાણ કરતી સુરત શહેર-જિલ્લાની દુકાનો, વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રુરતા અધિનિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply