જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી વિશાળ સંખ્યામાં રન ફોર વોટ રનીંગનું કરાયું આયોજન
Live TV
-
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી વિશાળ સંખ્યામાં રન ફોર વોટ રનીંગનું કરાયું આયોજન
લોકશાહીના પર્વની ઉજવણી માટે જુનાગઢ સમાહર્તા અનિલ રાણા વસિયા દ્વારા અલગ અલગ મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં સાયકલ રેલી, પેઇન્ટિંગ , મહેંદી , રંગોળી, ગરબા તેમજ અવનવી પદ્ધતિથી લોકોને મતદાન અધિકારને ઉપયોગ કરવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તેમજ રેડિયોના માધ્યમ સાથે જુનાગઢ જિલ્લાને આ લોકશાહીના પર્વમાં સૌથી વધુ ટકાવારી સાથે મતદાન જુનાગઢ કરે તેવા આગ્રહ સાથે આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી વિશાળ સંખ્યામાં રન ફોર વોટ રનીંગ રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તેમજ પ્રતિજ્ઞા સાથે મતદાન કરવું અને મતદાન કરાવવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.