Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં સાધુ-સંતોની રવાડી યાત્રામાં ઉમટ્યા લોકો, તો મુખ્યમંત્રીએ મિનીકુંભમેળાની માન્યતા આપવાની કરી જાહેરાત

Live TV

X
  • શિવરાત્રીના પાવન તહેવારને લઇને જૂનાગઢમાં પાંચ દિવસીય ભવનાથ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મંગળવારે છેલ્લો દિવસ હતો. માનવ મહેરામણથી જૂનાગઢ ઉભરાયું હતુ. ત્યારે ખાસ તો નાગાબાવાની રવાડીના દર્શન કરવા લોકોમાં પડાપડી જોવા મળી

    અખાડા અને પંચ અગ્નિ અખાડાની ત્રણ મુખ્ય રવાડી ક્રમશ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં નાગાબાવાઓ જોડાયા હતા અને કરતબો સાથે આગળ વધી રહ્યા હતા. રવાડીના રૂટને સાંજે 4 વાગે જ સફાઇ કરી પાણી છાંટી સ્વચ્છ કરવામાં આવ્યા હતા. આ વખતે રવાડીનો રૂટ લંબાવી ભવનાથ મંદિર મંગલનાથ આશ્રમ દત ચોક, લાલસ્વામી આશ્રમ, આપાગીગાના અન્નક્ષેત્ર, ભારતી આશ્રમ પાસેથી પસાર થઇ નાગા સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યુ. તેમજ ભવનાથ મહાદેવની આરતી સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહૂતિ થઈ.

    ભવનાથના સંતો-મહંતોએ મિનિકુંભમેળાની માન્યતા માટેની વર્ષો જુની માંગ તાજેતરમાં બળવતર બનાવી હતી અને સરકારે એમની સાથે એ મામલે બેઠક પણ કરી હતી, જેથી આ વખતે આ જાહેરાત અપેક્ષિત લેખાતી હતી. “નવગુજરાત સમય” દ્વારા એકથી વધુ વખત તેના અણસાર અપાયા હતા.આજે સાંજે ભવનાથ આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાદેવને જલાભિષેક બાદ જાહેર કર્યુ હતું કે આગામી વર્ષથી જ આ ભવનાથ શિવરાત્રી મેળો, મિનિ કુંભમેળા તરીકે ઓળખાશે. દેશભરના સાધુ-સંતોની તેમાં ઉપસ્થિતિ રહેતી હોઇ આ માન્યતા યથાર્થ બની રહેશે. સ્થળ પર ઉપસ્થિત વિશાળ જનમેદની તથા સંતો-મહંતોએ આ જાહેરાત સાથે જ “હર હર મહાદેવ”ના નારાથી વાતાવરણને ઔર ભકિતમય બનાવી દીધુ હતું.મુખ્યમંત્રીએ આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાતરૂપે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચનાનો ઉલ્લેખ કરીને ઉમેર્યુ કે જુનાગઢ અને ગિરનારના વિકાસ માટે જેટલું પણ ફંડ જરૂરી હશે તે સરકાર તરફથી મળી રહેશે, તથા આ વિકાસ સત્તામંડળમાં સંતો-મહંતોને પણ સમાવી લેવામાં આવશે. ગિરનાર પર્વત પર સફાઇ વ્યવસ્થા, શૌચાલય પાણી તથા યાંત્રિક સુવિધા માટે તમામ પ્રબંધ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply