વ્યારાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કીડા નીકળ્યા
Live TV
-
તાપી જિલ્લાના વ્યારાની એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અપાતા ભોજનમાંથી કીડા નીકળતા હોવાની જાણ થતાં, સમગ્ર પંથકમાં ધમાલ મચી ગઇ હતી
તાપી જિલ્લાના વ્યારાની એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અપાતા ભોજનમાંથી કીડા નીકળતા હોવાની જાણ થતાં, સમગ્ર પંથકમાં ધમાલ મચી ગઇ હતી. જોકે આ અંગે વાલીઓ તથા ગામના સરપંચે ઉગ્ર રજૂઆત કરતાં, તંત્રએ તાબડતોબ મામલો થાળે પાડ્યો હતો. મળતી વિગતો અનુસાર, ખાનપુર ગામે આવેલી શાળામાં પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીના 146 વિદ્યાર્થીઓને, મધ્યાહન ભોજન યોજના હેઠળ જમાડવામાં આવે છે. જ્યાં ભોજનમાંથી કીડાઓ તથા ઇયળો નીકળી હતી. જેના અનુસંધાને, શાળાના સંચાલિકાના રાજીનામાની ઉગ્ર માંગણીઓ ઊભી થઇ હતી.