તલાલા નજીક આગાખાન સ્કુલ દ્વારા, "ઇન્ડિયા રૂટ ટુ રૂટ્સ" નામે અનોખું પ્રદર્શન યોજાયું
Live TV
-
ગીર સોમનાથના તલાલા નજીક આવેલી આગાખાન સ્કુલ દ્વારા, "ઇન્ડિયા રૂટ ટુ રૂટ્સ" નામે અનોખું પ્રદર્શન યોજાયું હતું. સામાન્ય રીતે આપણે એવું સાંભળતા આવ્યા છીએ, કે વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે.
ગીર સોમનાથના તલાલા નજીક આવેલી આગાખાન સ્કુલ દ્વારા, "ઇન્ડિયા રૂટ ટુ રૂટ્સ" નામે અનોખું પ્રદર્શન યોજાયું હતું. સામાન્ય રીતે આપણે એવું સાંભળતા આવ્યા છીએ, કે વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે, કે શું આદિકાળના સમયમાં વિજ્ઞાન નહોતું ? ભારતના સંદર્ભમાં વાત કરીએ, તો ભગવાન શિવ, રામ અને કૃષ્ણના સમયમાં પણ વિજ્ઞાન હતું જ. ભગવાન મહાદેવે ગણપતિનું મસ્તક ટ્રાંસપ્લાન્ટ કર્યું હતું. તો રાવણ, સીતાજીને પુષ્પક વિમાન મારફતે લંકા લઇ ગયો હતો. રામચંદ્રજીએ એ સમયે પાણી પર તરતો પુલ બનાવ્યો હતો. જે આજે પણ જોવા મળે છે. આ અને આવી અનેક પ્રાચીન તેમજ અર્વાચીન વૈજ્ઞાનિક ઘટનાઓની સમજ આપતું પ્રદર્શન, તલાલાની આગાખાન સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા ખુલ્લા મુકાયેલા આ પ્રદર્શનનો, અન્ય વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.