બાળકીનું દુષ્કર્મ બાદ હત્યા, પોલીસે અલગ અલગ આઠ ટીમ બનાવી, તપાસ હાથ ધરી
Live TV
-
રાજકોટ શહેરમાં રોજબરોજ લુટ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે, શહેરમાં માત્ર ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ, તેના પર દુષ્કર્મ આચરી, બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરમાં રોજબરોજ લુટ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે, શહેરમાં માત્ર ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ, તેના પર દુષ્કર્મ આચરી, બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. રાજકોટનાં ભાવનગર રોડ પરથી શુક્રવારે બપોરે ત્રણ વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ, થોરાળા પોલીસ મથકે નોંધાયા બાદ, પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. બાળકીના પિતાએ જણાવ્યું હતું, કે તેઓ પતિ-પત્ની ચુનારવા ચોક નજીક મજૂરી કરતાં હતાં, ત્યારે નજીકમાં રમતી તેમની પુત્રીને કોઇ ઊઠાવી ગયું હતું. દરમિયાન, ભાવનગર રોડ પરના જૂના પી.ટી.સી. ગ્રાઉન્ડમાંથી, બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયેલી બાળકીની લાશ અને એક શર્ટ મળી આવ્યાં હતાં. બાળકીના મૃતદેહની ફોરેન્સિક તપાસ કરતાં, દુષ્કર્મ બાદ હત્યા નિપજાવ્યાનું ખૂલ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે, એક રિક્ષાચાલકની પૂછપરછ કરી હતી. બાળકીને ઊઠાવી જનાર શખ્સ, તેની રિક્ષામાં બેઠો હોવાની શંકા છે. આ અંગે પોલીસે અલગ અલગ આઠ ટીમ બનાવી, વધુ તપાસ હાથ ધરી છે.