Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ: દેવળિયા નજીક ગેરકાયદેસર લાયન શો મામલે કોર્ટે 5 આરોપીઓના જામીન ફગાવ્યા

Live TV

X
  • જૂનાગઢ વન વિભાગ દ્વારા જૂનાગઢના દેવળિયા નજીક ગેરકાયદેસર લાયન શો મામલે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ ઝડપાયેલા પાંચેય આરોપીને મેંદરડા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જે અન્વયે આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓને આગામી 10 ડિસેમ્બર સુધી એટલે કે, 14 દિવસ માટે જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનાનો મુખ્ય આરોપી દિનેશ જોશી હજુ પણ ફરાર છે.
    અત્રે મહત્વનુ છે કે, અગાઉ દેવળિયા નજીક કેટલાક શખ્સો દ્વારા સિંહને જીવતો બળદ આપી લાયન શો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોની ગંભીર રૂપે નોંધ લેતા આરોપીઓ પર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની કલમ 9 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે હજુ પણ કેટલાક આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply