ડાંગઃ સમગ્ર આહવામાં સેનિટાઇઝેશનનું કામ હાથ ધરવામાં આવ્યું
Live TV
-
રાજ્યમાં કોરોના સંક્ર્મણ ને અટકાવા વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે જેમાં ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુને વધુ ફેલાઈ રહ્યું છે અને કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સમગ્ર ડાંગ જિલ્લા માં જે સ્થળે વધુ કેસ નોંધાય છે ત્યાં પુરા ગામ ને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આહવા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર આહવામાં સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આહવા ની તમામ કોલોની ફળીયે ફળીયે અને ઘરે ઘર સૅનેટાઈશનની કામગીરી હાથ ધરાઇ છે.આહવામાં લોકોની અવર જવર વધુ રહે છે અહીં તમામ સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે કચેરી ઓ બેંકો , બસસ્ટોપ તથા પોલીસસ્ટેશનમાં પણ આહવા ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઇઝશન કરવામાં આવી રહ્યું છે.
