કડક નિયંત્રણો લંબાવાયા; હવે રાજ્યમાં 36 શહેરમાં કોરોના કર્ફ્યુ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે 26મી એપ્રિલે આપેલી માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મુકવા અંગેના મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં 29 શહેરમાં રાત્રિ કરફ્યૂ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ સાથે જ હવે ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોરોના કરફ્યૂ અને વધારાના નિયંત્રણો કરવામાં આવશે. આ 36 શહેરમાં 6 મેથી 12 મે સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. જોકે, નિયંત્રણો દરમિયાન અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, મેડિકલ સ્ટોર, ડેરી, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.જ્યારે 36 શહેરમાં તમામ ઉદ્યોગ, ઉત્પાદન એકમો, કારખાનાઓ, બાંધકામની પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. આ ઉપરાંત ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફની હાજરીમાં કામ કરવું પડશે.
