રાજ્યમાં કોરોનાનાં 13,050 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 74.85. ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13,050 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 12,121 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 74.85 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 4,64,396 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 74.85 ટકા પર પહોંચ્યો છે. આજે કુલ 1,29,829 વ્યકતિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
સુરતમાં 1574, અમદાવાદમાં 4693, વડોદરામાં 932, રાજકોટમાં 726 ગાંધીનગરમાં 309, મહેસાણામાં 459, ભરૂચમાં 106, જામનગર 728, જૂનાગઢમાં 350, સાબરકાંઠા 198, ભાવનગર 472, મોરબીમાં 104, અમરેલીમાં 108 કેસ નોંધાયા છે.
