જેતપુર,ધોરાજી, ભાયાવદરમાં વાતવરણમાં અચાનક પલ્ટા સાથે વરસાદ
Live TV
-
જેતપુર, ધોરાજી, ભાયાવદરમાં વાતવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેને પગલે ભર ઉનાળે માવઠું જામ્યું હતું. વરસાદની આગાહીને પગલે વરસાદી માહોલ છવાયો હતો. જોકે આ પહેલાં સ્થાનિકોને સવારથી ગરમી અને બફારાનો અનુભવ થયો હતો. પરંતુ અચાનક વાતાવરણમાં પલ્ટો આવીને વરસાદ વરસ્યો હતો. ભાયાવદરમાં ભારે વરસાદના પગલે રસ્તાઓમાં પાણી ભરાયા હતા. તો કમોસમી વરસાદથી ઉનાળું પાકમાં નુકસાનની ભીતી સેવાઇ રહી છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે.
