ડાયાબીટીસ અંગે જાગૃતતા લાવવા આઉટ રન ડાયાબીટીસ નામે મેરેથોનનું આયોજન
Live TV
-
ડાયાબીટીસ અંગે જાગૃતતા લાવવા માટે આઉટ રન ડાયાબીટીસ નામે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાયાબીટીસ અંગે જાગૃતતા લાવવા માટે આઉટ રન ડાયાબીટીસ નામે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા મેરેથોનમાં નોંધાયેલા ડાયાબીટીસના દર્દીઓને નિઃશુલ્ક તબીબી માર્ગદર્શન અપાશે. તેમજ અલગ અલગ વર્કશોપ દ્વારા ડાયાબીટીસની બીમારી પોતાના જીવનમાં આગળ ન વધે તે માટે જરૂરી ક્લનીક્લ માર્ગદર્શન અપાશે અને દર્દીઓ મેરેથોનમાં ભાગ લઈ શકે તે માટે સક્ષમ બનાવાશે તેમ ડોક્ટર અદિત દેસાઈએ જણાવ્યું હતું. મેરેથોન માટે નોંધાયેલા ડાયાબીટીસનાં દર્દીઓને રોગ સામે કાળજી લેવા માટે ઇન્ટરનેશન ટ્રેઇનર નિઃશુલ્ક તાલિમ પણ આપશે. ખાનગી હોસ્પિટલમાં સહયોગથી આ મેરેથોન આગામી નવેમ્બર માસમાં અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે યોજાશે. જેના રાજ્યભરમાંથી દસ હજારથી પણ વધારે લોકો જોડાશે. અત્યારના સમયમાં પ્રત્યેક કુટુંબના ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ ડાયાબીટીસ જેવા ગંભીર રોગથી પીડાઈ રહ્યો છે, ત્યારે આ મેરેથોનથી રાજ્યના લોકોને ડાયાબીટીસ સામે જાગૃતતા કેળવવાનો સંદેશો આપશે છે તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના વીરસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
