Skip to main content
Settings Settings for Dark

ડ્રોનના ફૂટેજ પરથી રાજ્યમાં 398 ગુના દાખલ, 368 લોકોની અટકાયત : શિવાનંદ ઝા,રાજ્ય પોલીસવડા

Live TV

X
  • રાજ્યમાં નિયમભંગ અને જાહેરનામા ભંગની વિગતો આપતા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, રાજ્યમાં કુલ 153 ડ્રોન તેમજ સ્થાનિક સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડ્રોનના ફૂટેજ પરથી નોંધાયેલા 398 ગુનામાં 368 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે જાહેરનામા ભંગના કુલ 958 ગુના, ક્વૉરન્ટાઇન ભંગના 336 ગુના તેમજ અન્ય 30 ગુના મળી કુલ 1324 ગુના નોંધાયા હતા. જેના આધારે 2292 લોકોની આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ 6959 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

    લોકડાઉનની કડક અમલવારી અંગે પોલીસવડાએ જણાવ્યું કે, નાગરિકો સ્વ-જાગૃતિ કેળવી જાહેરનામા અને નિયમોનું પાલન કરે એ અત્યંત જરૂરી છે. આ માટે પોલીસ દ્વારા હવેથી ધાર્મિકસ્થળોની પણ તપાસ કરવામાં આવશે અને ચારથી વધારે નાગરિકો એકઠા થયેલા જણાશે, તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

    રાજ્ય બહારથી માલ લઈને આવતાં ગુડ્સ વાહનો અંગે શિવાનંદ ઝાએ કહ્યું કે આવાં માલવાહક વાહનોને કોઈ પાસની જરૂર નથી. જોકે, આવાં વાહનચાલકો પરત જતી વખતે અન્ય રાજ્યોના નાગરિકોને વાહનમાં બેસાડીને લઈ ન જાય, એ જોવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સંચાલકોને તાકીદ કરી હતી.

    પોલીસવડાએ જણાવ્યું કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો અવરજવર કરી શકે છે, પણ બિનજરૂરી ઘરની બહાર નીકળનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. તદુપરાંત, હાલ રવી પાકની મોસમ ચાલી રહી હોઈ, ખેડૂતોને પાકની લણણી અને માવજત માટે જવા-આવવાની છૂટ રહેશે. જોકે, ગામડાંમાં પણ ગંભીરતાપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરી હતી.

    રાજ્યમાં આજથી સસ્તા અનાજની દુકાનો પર શરૂ કરવામાં આવેલા અનાજ વિતરણની વ્યવસ્થામાં પડેલી મુશ્કેલીઓ દૂર કરાઈ હોવાની તેમજ અનાજ વિતરણને લગતી કોઈ પણ માહિતી શક્ય હોય, ત્યાં સુધી ફોન પર મેળવી લેવા જણાવ્યું હતું.

    આ સિવાય કોરોનાના આ કપરાકાળમાં પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા શિવાનંદ ઝાએ આમ નાગરિકોને પણ વ્હોટ્સએપ, ટ્વિટર કે ફેસબુક જેવાં સોશિયલ માધ્યમો થકી તેમની ફરિયાદો, રજૂઆતો કે સૂચનો રાજ્ય પોલીસ વિભાગને પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply