ગુજરાતમાં કોરોના વાયરસના 10 નવા કેસ, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 105 પર પહોચી
Live TV
-
80 વર્ષીય મહિલા દર્દી કોરોના સામેની જંગ જીત્યા
ગુજરાતમાં કોરોના મહામારીના કેસ વધતા જઈ રહ્યા છે..છે. આજરોજ કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે. જે કોરોના સામેનો જંગ જીતી ગયા છે. આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 10એ પહોંચ્યો છે.
ગુજરાતમાં કુલ 105 પોઝિટિવ કેસ, 10ના મોત
શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 41 04
સુરત 12 01
ગાંધીનગર 13 00
રાજકોટ 10 00
વડોદરા 09 01
ભાવનગર 09 02
પોરબંદર 03 00
ગીર-સોમનાથ 02 00
કચ્છ 01 00
મહેસાણા 01 00
પંચમહાલ 01 01
પાટણ 01 00કુલ આંકડો 105 09