વડોદરા - સ્પેનથી પરત ફરેલા કોરોનાનો શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ
Live TV
-
લોકોએ થાળીઓ વગાડી અને તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું
વડોદરામાં સ્પેનથી પરત ફરેલા કોરોનાના પ્રથમ દર્દીનો ક્વોરન્ટાઈન પીરિયડ પૂર્ણ થતાં અને રિપોર્ટ નેગેટિવ આવતા અંતે હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે આ યુવાન પોતાના ઘરે ગયા ત્યારે તેમના વિસ્તારના લોકોએ થાળીઓ વગાડી અને તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું હતું. આ જોઈ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતાં. કોરોનાના હાઊ વચ્ચે આસપાસના રહિશોએ પણ યુવાન તથા તેમના પરિવારને ન ગભરાવવાની સલાહ આપી હતી. યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને રજા મળવાની હતી ત્યારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વીડિયો કોલના માધ્યમથી દર્દીના ખબર અંતર પૂછી તેમને શુભકામના પાઠવી હતી. તો આ યુવાને પણ રાજ્ય સરકાર-જિલ્લા વહીવટીતંત્ર અને
તબીબોની ટીમનો આભાર માન્યો હતો. સાથે એ પણ જણાવ્યું હતું કે જો તેઓ ભારતમાં ન હોત તો જલદી સ્વસ્થ થવું મુશ્કેલ હતું