રાજ્યના ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો અને બાંધકામ શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા 650 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાયુ
Live TV
-
1 હજાર રૂપિયા રોકડ સહાય શ્રમિકોના ખાતામાં જમા કરશે સરકાર, 65 લાખ પરિવારોને થશે લાભ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની અધ્યક્ષતામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમીત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી , અસંગઠિત કામદારો બાંધકામ શ્રમિકો માટે, આર્થિક સહાયનો રૂ.650 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અસંગઠિત કામદારો અને બાંધકામ શ્રમિકો એવા 65 લાખ પરિવારોને એક હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજની સ્થિતિમાં આવા પરિવારોને આર્થિક સહાય મળશે. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા
હતા.