સંવેદનશીલ સરકારનો નિર્ણય, આશરે 4 લાખ પશુઓને એપ્રિલ મહિના પૂરતી દૈનિક 25 રૂપિયાની અપાશે સહાય
Live TV
-
રાજ્યના અબોલ પશુઓ માટે રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય, રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળોને મળશે લાભ
મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ મૂંગા અબોલ પશુઓ પ્રત્યે અનોખી સંવેદના પ્રવર્તમાન સ્થિતીમાં દર્શાવી એક મહત્વ પૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની રજિસ્ટર્ડ ગૌ શાળા પાંજરાપોળ ના આશરે 4 લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ મહિના પૂરતું પશુ દીઠ રોજના એટલે કે દૈનિક 25 રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે. રાજ્યમાં આવેલી રજિસ્ટર્ડ ગૌ શાળાઓ અને પાંજરાપોળ ના પશુઓને હાલની પરિસ્થિતિમાં પૂરતો ઘાસચારો મળી રહે અને આવા પાંજરાપોળ ગૌ શાળા સંચાલકો આર્થિક સંકડામણ ના અનુભવે તેવા ઉદ્દાત અભિગમ સાથે આ નિણર્ય લેવાયો છે. આ સહાય આપવાને કારણે રાજ્ય સરકાર રૂપિયા 30 થી 35 કરોડ નો અંદાજિત વધારા નો બોજ વહન કરશે તેમ મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું.