તાઉતે વાવાઝોડાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
Live TV
-
70 ટકા ફળ ખરી પડતા જુનાગઢ બાગાયત શાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ દુઃખદ ઘટના ગણાવી
તાઉતે વાવાઝોડાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયુ છે. કેરી ઉતારવાની તૈયારી જ હતી તેવામાં વાવાઝોડુ આવવાથી આંબાના વૃક્ષો પડી ગયા હતા. લગભગ 70 ટકા ફળ ખરી પડ્યા હતા જેને જુનાગઢ બાગાયત શાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ દુઃખદ ઘટના ગણાવી છે. જે પાક બચી ગયો છે તેને બજારમાં મુકવામાં આવે તેમજ તૂટી પડેલા આંબા ફરી જીવંત થાય તે માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખાસ ભલામણ કરવામાં આવી છે. વાવાજોડાના કારણે માત્ર કેરી કેટલાક લોકોના રોજગારની ખેતીને નુકસાન પોહ્ચ્યું છે. તેમજ પશુ પક્ષીઓના રહેતાં તેમજ પક્ષી પરિવારોને ભારે નુકસાન પોહ્ચ્યું છે કેટલાક પક્ષીઓએ આ વાવાજોડામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
